Home » Shri Bhagvad Geeta Aarti Gujarati Lyrics

Shri Bhagvad Geeta Aarti Gujarati Lyrics

ભગવદ ગીતા આરતી

ગીતાની આરતી ઉતારો આજ (૨)

આતમના અનુરાગે આરતી ઉતારો,
રોમરોમ રંગીને આરતી ઉતારો,
સિધ્ધ થાય જેથી બધાયે કાજ … ગીતાની આરતી

ધર્મ-અર્થ-કામ-મોક્ષ મેળવવા માટે,
જીવનની ધન્યતા ને શાંતિને કાજે,
અંતરનો પૂરીને એમાં અવાજ … ગીતાની આરતી

અજવાળું જીવનમાં પથરાયે એનું,
અંધારું દુર થાય જુગજુગનું એવું,
વાગે અવિનાશી ઝાંઝ પખાજ … ગીતાની આરતી

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર જીવનનું ન્યારું,
પ્રભુનું શરણ લઈએ મહીં પ્યારું,
મેળવતાં અવિનાશી આતમરાજ … ગીતાની આરતી



Scroll to Top