X

TARO BHAROSO KARI MAIN BHUL KARI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી

હો બેવફા કેમ આવી મારા રે જીવનમાં
દગો જો હતો જાનુ તારા રે મનમાં
હો તને દિલની વાત કઈને મે ભુલ રે કરી
એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી

હો એક જુઠ છુપાવવા હજારો જુઠ બોલ્યા
અંધારામાં રાખી મને ખેલ તમે ખેલ્યા
હો ખોટી વાતો સાચી માની કઈ ના બોલ્યા
અફસોસ થાય છે કે તોયે એકલા મેલ્યા

હો ઘોડિયામાં તમે હાચુ નઈ હોય રોયા
તારા જેવા જુઠ્ઠા મેં ચોય નો જોયા
હો તને પોતાની માનીને મે ભુલ રે કરી
એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી

ઓ જયારે જયારે અડધી રાતે આંખ ખુલી જાય છે
તારી યાદ આવે ને ઉંઘ ઉડી જાય છે
હો વિતાવેલી વેળા નજર સામે દેખાય છે
બેવફાને જોઈ હાચો પ્રેમ શરમાય છે

હો ગમતીતી ગાલ ઉપર આવતી જે લટ રે
સાથ છોડી દીધો ના કરી ચોખવટ રે

જીગા એ પ્રેમ કરીને ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.