Home » Vaishnav Jan to Ene kahiye J Pid Parayi Jane re

Vaishnav Jan to Ene kahiye J Pid Parayi Jane re

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણેરે

સકળ લોક માં સહુને વંદે , નિંદા ન કરેકેની રે,
વાચ નછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેનેમાત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલેહાથ રે

મોહ માયા વ્યાપે નહિં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈંયો તેનું દરસન કરતાં, કુળ એકોતેર તાર્યાઁર



Watch Video

Scroll to Top