Home » Vaishnav jan to tene re kahiye Je pid paraayi gujarati bhajan lyrics

Vaishnav jan to tene re kahiye Je pid paraayi gujarati bhajan lyrics

વૈષ્ણવ જન તો તેને રે કહિયે,

જે પીડ પરાઈ જાણે રે

પરદુ;ખે ઉપકાર કરે તોયે,

મન અભિમાન ના આણે રે

વૈષ્ણવ જનતો….

સકળ લોકમાં સહુને વંદે,

નિંદા ન કરે કેની રે

વાંચકાચ મન નિશ્ચય રાખે,

ધન ધન જનની તેની રે

વૈષ્ણવ જનતો…

મોહમાયા વ્યાપે નહિ જેને,

દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શું તાળી રે લાગી,

સકલ તીર્થ જેના મનમા રે

વૈષ્ણવ જનતો…

વણલોભી ને કપટ રહિત છે,

કામ ક્રોધ્ નિવાર્યા રે

ભણે નરસૈયા તેનું દર્શન કરતા,

કુલ એકોતેર તાર્યા રે

વૈષ્ણવ જનતો.



English version


Vaishnav jan to tene re kahiye

Je pid paraayi jaane re

Pardukhe upakaar kare toye

Man abhimaan na aane re

Vaishnav jan to…

Sakal lok ma saune vande,

Ninda na kare keni re

Vaach kaach man nischay raakhe,

Dhan dhan Janani teni re

Vaishnav jan to…

Moh maaya vyaape nahi jene,

Dradh vairagya jena man ma re

Ram naam shu taali re laagi,

Sakal tirath jena tan ma re

Vaishnav jan to…

Vanlobhi ne kapat rahit chhe,

Kaam krodh nivaarya re

Bhane narsaiyo tenu darshan karta

Kul ekoter taarya re

Vaishnav jan to



Watch Video

Scroll to Top