જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે| Juvo chabi shyam sundarvar Lyrics
Juvo chabi shyam sundarvar Lyrics — Lyrics
જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે…2
હીરની નાડી સૂંથણલી સોનેરી રે…2
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
જરકસી, હા જરકસી જામો બુટ્ટાદાર રે
જરકસી જામો બુટ્ટાદાર રે
સિયો કમર સોનેરી કટાર રે…૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
શિર પર, શિર પર પાઘ પેચાળી નવરંગી રે
શિર પર પાઘ પેચાળી નવરંગી રે
કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે…૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
ગજરા તોરા, ગજરા તોરા ગળે ગુલાબના હાર રે
ગજરા તોરા ગળે ગુલાબના હાર રે
આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે…૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
પોંચી કડાં, પોંચી કડાં બાંયે બાજૂબંધ રે
પોંચી કડાં બાંયે બાજૂબંધ રે
નંગ જડ્યાં કુંડળ મોતીનાં વૃંદ રે…૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
વેગે જુઓ, વેગે જુઓ વરણાગિયો વનમાળી રે
વેગે જુઓ વરણાગિયો વનમાળી રે
શીતળ થયો ભૂમાનંદ કહે ભાળી રે….૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
Juvo chabi shyam sundarvar keri re…2
Hir ni naadi sunthanali soneri re…2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Jarkari ha jarkasi jaamo buttadaar re
Jarkasi jaamo buttaadaar re
Siyo kamar soneri kataar re…2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Shir par, shir par paagh pechaali navrangi re
shir par paagh pechaali navrangi re
kaane guchh gulaabi maathe kalangi re…2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Gajara tora, gajara tora gale gulaab na haar re
Gajara tora gale gulaab na haar re
Aavi upar bhramar kare che gunjaar re…2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Ponchi kada, ponchi kada baaye baaju nabdh re
Pochi kada baaye baaju bandh re
Nang jadyaa kundal motina vrund re…2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Vege juvo, vege juvo varanagiyo vanmaali re
Vege juvo varanaagiyo vanmaali re
Shital thayo bhumanand kahe bhaali re..2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
Video
Related songs
મારા શ્રીનાથજીને ભારે છે લટકો|Mara shrinathji ne bhare chhe latko lyrics
Mara shrinathji ne bhare chhe latko lyrics
શ્રીજી બાવા દીન દયાળા| shreeji bava din dayalu Lyrics in Gujarati
shreeji bava din dayalu Lyrics in Gujarati
SHIV BHOLIYO LYRICS | UMESH BAROT, KINJAL RABARI
Maha Het Vali Lyrics in Gujarati
SWAYAMBHU HANUMAN LYRICS | SAGARDAN GADHVI
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની|Haveli bandhavi dau shriji Lyrics
Haveli bandhavi dau shriji Lyrics