Skip to content
Gujarati Lyrics

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે| Shrijibava ye krupa kari lyrics

Shrijibava ye krupa kari lyrics — Lyrics

Gujarati Bhajan 15 views June 29, 2023
PDF

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે,
આંગણ અવસર આવ્યોરે
શ્રીજી પધાર્યા શ્રીયમુનાજી પધાર્યા….૨
શ્રીમહાપ્રભુજી પધાર્યા રે
શ્રીજીબાવાએ કૃપા….

સોના સુરજ આજ ઉગ્યો આંગણીયે,
પધાર્યો પુષ્ટિ આધાર રે….૨
હૈયે હરખન ના માયે સાહેલી,
ધન્ય ભાગ્ય અમારા રે….૨
શ્રીજીબાવાએ કૃપા કરી…

આંગણ વાળી સ્વચ્છ કરાવ્યું,
તોરણીય બંધાવ્યા રે….૨
કુમ કુમના રૂડા ચોક પુરાવી,
ફૂલડાં તો વેરાવ્યા રે…
શ્રીજીબાવાએ કૃપા….

શ્રીજી નીરખીને મારી આંખો હરખાયે રે
મંગલ ગીત ગવાય રે….૨
ઝાંજ મૃદંગ ને બજે શરણાઈ,
રંગ રાસ રમાય રે….૨
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે…

હું હરખાતી ધેલી બનીને,
કોને કહેવા જવું રે…2
જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં,
શ્રીનાથજી દેખાય રે….2
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે આંગણ…

Shrijibava ye krupa kari,
Tyaare aangan avasar aavyore
Shriji padharya, shriyamunaji padhary…2
Shri mahaprbhuj padharyaa re
Shrijibava ye krupa kari…

Sonano suraj aaj ugyo aanganiye
Padharyo pusti aadhaar re….2
Haiye harakha na maaye shaheli,
Dhannya bhaagy amaaraa re…2
Shriji bava ye krupa kari…

Aanganu vaali swachh karaavyu
Toraniyaa bandhavya re…2
Kum kum na ruda chok puravya,
Fulda to veraavyaa re…2
Shriji bava ye krupa kari tyaare…

Shriji nirkhi ne maari aankho harkhaye re,
Mangal geet gavaay re…2
Zanj mrudang ne baaje sharnaai,
Rang raas ramaay re….2
Shreeji bavaye krupa kari…

Hu harkhaati gheli bani ne,
Kone kahevaa jaavu re….2
Jyaa jyaa maari najar pade tya,
Shrinathaji dekhaay re…2
Shreeji bava ye krupa kari tyaare….

Share this song

Video

Related songs

PDF