Home » હે મામા કંસે તે રાજગ આદરો lyrics in Gujarati by Birju Barot

હે મામા કંસે તે રાજગ આદરો lyrics in Gujarati by Birju Barot

હે મામા કંસે તે રાજગ આદરો.
હારે કાઈ પડ્યા કમળ કેરા કામ.
લીલા હો ગિરધારી.
હે મામા કંસે તે કંકોત્રી મોકલી.
હરે કાઈ દેજો ભાણેજને રે હાથ
લીલાહો ગિરધારી.
હે મામા કંસે તે રાજગ આદરો.

હે ભાણેજ આવોતો કમળ ભારો લાવજો.
હે નયતો જાજો દેશ પરદેશ
લીલાહો ગિરધારી.
હે વાલે સોનાનો દડુલીયો દોડાવિયો.
હે દડો પડો કલીધ્રાની માય.
લીલાહો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો.

હેવાલે કેશરીયા વાધા ઉતારીયા.
એ વાલો પડા કલીધ્રાને માય.
લીલાહો ગિરધારી
હે વયો જાને વયો જાને નાના બાળક.
હે તારા મુખડે ગંધાય છે રે દૂધ
લીલાહો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો.

હે હાલતો થાને ઓ નાના બાળકા.
હે તારા વેરીએ બતાવે ન વાટ
લીલાહો ગિરધારી
હે જગાડ જગાડ નાગણી તારા નાગને.
હે નયતો સુતો નાથું તારો નાગ.
લીલાહો ગિરધારી.
હે મામા કંસે તે રાજગ આદરો.

હે વાલા ડાભણાના ફેણ નાગ નાથિયો.
હે મારો વાલો થયા અસવાર
લીલાહો ગિરધારી.
હે પેલી નાગણીયો ઓળા કોળા પાથરે.
એ અમે નોટા ઓળખા દીના નાથ.
લીલાહો ગિરધારી.
હે મામા કંસે તે રાજગ આદરો.

હે મેતો ધાવતા વાછરૂને નોતા વાળીયા.
હે મને શેના લાગ્યા અપરાધ.
લીલાહો ગિરધારી.
હે મેતો ઘીમા રે તેલ નોતા ભેળવીયા.
હે મને કોના લાગ્યારે અપરાધ.
લીલાહો ગિરધારી.
હે મામા કંસે તે રાજગ આદરો.

હે વાલાયે કાળીતે નાગ ને નાથિયો.
હે મારો વાલો થયા રે અસવાર.
લીલાહો ગિરધારી.
હે વાલો આયા મામાના ઘેર મોહાળમાં.
હે મામા લ્યોને કમળના રે ફૂલ.
લીલાહો ગિરધારી.
હે મામા કંસે તે રાજગ આદરો.



Watch Video

Scroll to Top