Home » હે રાધા ગોવાલડી ઘર પછવાડે | radha gowaldi na ghar Lyrics

હે રાધા ગોવાલડી ઘર પછવાડે | radha gowaldi na ghar Lyrics

હે રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો

ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
નેણો મા નીંદર ના આવે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો…

સરખી સાહેલી મળી ગરબે ઘુમતા
રાધીકાને કાળી નાગે ડંખ્યો જો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
તનમાં લાહ્યું લાગી જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો…

વાટકીમા વાટીયા ને ખાંડણીમા ખાંડીયા
ઓહડીયા લેપ લગાવ્યા જો
તોયે રાધિકા ના વિષ ના ઉતર્યા
તોયે રાધિકા ના વિષ ના ઉતર્યા
અવળી લાયુ લાગી જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો…



English version


radha gowaldi na ghar pachhwade
mohan morali vagade jo
radha gowaldi na ghar pachhwade
mohan morali vagade jo

ere vaage mane chat patto jaage
morali vaage mane chatpati jaage
radha gowaldi na ghar pachhwade
mohan morali vagade jo…

sarakhi saaheli mali garbe ghumata
radhika ne kaali naage dankhyo jo
daabe anguthade sarp dankh didho
daabe anguthade sarp dankh didho
tan ma laahyu laagi jo
radha gowaldi na ghar pachhwade
mohan morali vagade jo…

vaatki ma vaatiya ne khaandani ma khandya
ohadiya lep lagaavya jo
to ye radhika na vish na utarya
to ye radhika na vish na utarya
avali laayu laagi jo
radha gowaldi na ghar pachhwade
mohan morali vagade jo…



Watch Video

Scroll to Top