Skip to content
Gujarati Lyrics

આજ મેં તો દીઠા રે અલબેલો| Aaj meto ditha re alabelo aavta Lyrics

Aaj meto ditha re alabelo aavta Lyrics — Lyrics

Gujarati Lyrics 5 views July 4, 2023
PDF

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે લોલ,
ગિરિધર પ્રેમીજનને સંગ રે…

સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ,
જરકસી જામો પહેર્યો અંગ રે…

ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે લોલ,
ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે…

ફૂલડાંના હાર રે હીંચે ઘણું હઈડે રે લોલ,
નખશિખ શોભે છે ઘણું નાથ રે…

લટકંતા આવે રે લેવા મન માહરું રે લોલ,
જોઈ જોઈ મોહી રહ્યું મારું ચિત્ત રે…

શું કરું સાહેલી રે ઘેલી થઈ (હું) ફરું રે લોલ,
હૈયું તો રહ્યું નહિ મારે હાથ રે…

રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે લોલ,
નીરખી નિષ્કુળાનંદનો નાથ રે…

Aaj meto ditha re alabelo aavta
Aaj me to ditha re alabelo aavata…

Sundar molidu re shobhe shir upar re lol
Jarakasi jaamo paheryo ange re…

Folada tora re khosya baai khup ma re lol
Jagara baandhya chhe beu haath re…

Fulada na haar re hinche ghanu haide re lol
Nakh shikh shobhe che ghanu naath re…

Latakanta aave re lave man maaru re lol
Joi joi mohi rahyu maaru chit re…

Shu karu saaheli re gheli thai faru re lol
Haiyu to rahyu nahi maare haath re…

Ras bas thai re baai ena roop ma re lol
Nirakhi nishkulanand no naath re…

Share this song

Video

Related songs

PDF