Mara Bhola Dil No Haay Re Shikar Kari Ne Gujarati Lyrics
મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
Related songs
જોઈ ને જાનુડી ફરી જાયે છે JOI NE JANUDI FARI JAAY CHE LYRICS | RAKESH BAROT
JOI NE JANUDI FARI JAAY CHE LYRICS
BECHEN DIL LYRICS | RAKESH BAROT
Tara Ashirvad Maa Taro Jay Jay Kar Lyrics | Mayank Rathod | Vaghela Studio
Kon Halave Limdi Ne Kon Jhulave Pipli (કોણ હલાવે લીંમડી ને કોણ ઝુલાવે પીપળી) Lyrics | Ashit Desai, Foram Desai | Sonbai Ni Chundadi
Kon Halave Limdi Ne Kon Jhulave Pipli