Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Bhajan

આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે|Aaj Yamunaji Padharya Mare Gher Re Lyrics

Written by Gujarati Lyrics

આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે,
આજ આનંદની લહેર, આજ આનંદની લહેર,
આજ માએ કરી પુરી મહેર રે…
આજ આનંદ

સોના સૂરજ આજ ઉગ્યો આંગણીયે,
યમુનાજી પધાર્યા મારે ઉરને બારણીયે,
હાં રે મારા હૈયામાં હરખ ન માય રે…
આજ આનંદ

તોરણ પતાકા મેં તો બાંધ્યા બારણીયે,
કુમકુમના ચોક પૂર્યા યમુના કારણીયે,
હાં રે હું તો ફૂલડાં ધરાવું ઠેર ઠેર રે…
આજ આનંદ

યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે,
મંગળ ગીતો મારી મંડળીઓ ગાય છે,
હાં રે વાગે શરણાઈનાં સુર રે…
આજ આનંદ

સત્સંગ ગંગામાં ન્હાવા સૌ પડીયા,
જન્મો જનમના પાપો સૌ ટાળીયા,
હાં રે આજ મટી ગયા ચોરાસીના ફેરા રે…
આજ આનંદ

માખણને મિસરી માને ધરાવશું,
યમુના જળની ઝારી ભરાવશું,
હાં રે માં ની ગોપીયોને રોજ લીલા લહેર રે…
આજ આનંદ

‘માધવદાસ’ના સ્વામી શામળીયા,
જન્મો જનમના પૂણ્ય જ ફળીયા,
હાં રે અમને આપો શ્રી વ્રજમાં વાસ…
આજ આનંદ

English version

Aaj Yamunaji Padharya Mare Gher Re,

Aaj Yamunaji Padharya Mare Gher Re,
Aaj Anand Ni Laher, Aaj Anand Ni Laher
Aaj Maa E Kari Puri Maher Re,
Aaj Anand Ni Laher……..

Sona Suraj Aaj Ugyo Aanganiye
Yamunaji Padharya Maare Urane Baarane
Ha Re Maara Haiya ma Harakh Na Maay Re,
Aaj Anand Ni Laher……

Toran Pataaka Me To Baandhya Baaraniye
Kumkum Na Choke Purya Yamuna Kaaraniye
Ha Re Hu To Fulada Dharaavu Ther Ther Re
Aaj Anand Ni Laher…..

Yamunaji Ne Nirakhi Maari Aankho Harkhaay Che
Mangal Gito Maari Mandalio Gaay Che
Ha Re Vaage Sharanaai Na Shur Re,
Aaj Anand Ni Laher…

Satsang Gangaama Naahva Sau Padiye
Janmo Janam Na Paapo Sau Taaliye
Ha Re Aaj Mati Gaya Choraasina Fera Re,
Aaj Anand Ni Laher…….

Maakhan Ne Misari Maa Ne Dharaavashu
Yamuna Jalani Jaari Bharaavashu
Ha Re Maa Ni Gopio Ne Roj Lila Ler Re,
Aaj Anand Ni Laher….

Maadhav Daas Na Swaami Shyaamaliya
Jamno Janam Na Punya J Faliya
Ha Re Amane Aapo Shri Vraj Ma Vaas,
Aaj Anand Ni Laher….



Watch Video


About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!