Home » આજ મારે ઓરડે રે આવ્યા અવીનાસી| Aaj maare orde re aavya Lyrics

આજ મારે ઓરડે રે આવ્યા અવીનાસી| Aaj maare orde re aavya Lyrics

આજ મારે ઓરડે રે આવ્યા અવીનાસી અલબેલ
બાઈ મેં બોલાવીયા રે, સુંદર છોગાવાળા છેલ

નીરખયા નેણાં ભરીરે, નટવર સુંદર શ્રીઘનશ્યામ
શોભા શુ કહું રે, નિરખી લાજે કોટિક કામ

ગુથી ગુલાબના રે, કંઠે આરોપયા મેં હાર
લઈને વારણાં રે, ચરણે લાગે વારંવાર

આપયો મેંતો આદરે રે, બેસવા ચાકળીયો કરી પ્યાર
પુછ્યુ પ્રીત સુ રે, બાઈ મેં સરવે સમાચાર

કહો હરી ક્યાં હતા રે, ક્યાં થઇ આવ્યા ધર્મકુમાર
સુંદર સોભતા રે અંગે સજીયા છે શણગાર

પેહરી પ્રીત સુ રે સુરંગી સુથણલી સુખ દેણ
નાડી હિરની રે, જોતાં તૃપ્ત ન થયા નેણ

ઉપર ઓઢીયો રે, ગુઢો રેટો જોયા લાગ
સજની તે સમેરે, ધન્ય ધન્ય નીરખા તેનાં ભાગ્ય

મસ્તક ઉપર રે, બાંધ્યું મોળીલુ અમુલ
કોટીક રવી સશી રે, તે તો નાવે તેને તુલ્ય

રેશમી કોરનો રે કરમાં સોહે છે રૂમાલ
પ્રેમાનંદ તો રે તે છબી નીરખી થયો નીહાલ



English version


Aaj maare orde re aavya avinaashi alabel
Baai me bolaviya re, sundar chhoga vaalo chhel

Nirakhi nena bhai re, natvar sundar shri ghanshyam
Shoba shi kahu re nirakhi laaje kotik kaam

Gutthi gulaab na re, kanthe aaropya me haar
Laine vaarana re, charane laagi varam vaar

Aapyo me to aadare re, besava chakliyo kari pyaar
Puchhya pritasu re, baai me sarve samachar

Kaho ne hari kya hata re, kya thaki aavya dharm kumar
Sundar shobata re, ange sajiya che shangaar

Paheri prit shu re, surangi suthanali sukhden
Naadi hir ni re, jota trupt na thaaye nen

Upar odhiya re, gutho reto joya laag
Sajani te same re dhanya dhanya nirakhya tena bhaagya

Mastak upare re baandhyu molidu amulya
Kotik ravi Shashi re, te to naave tene tulya

Reshami kor no re, kar ma saahyo che rumaal
Premanand to re a chhabi nirakhi thayo nihaal



Watch Video

Scroll to Top