Skip to content
Gujarati Lyrics

નાથજીને નિરખી મારાં, લોચન લોભાણાં| Nathji ne nirakhi mara lochan

Nathji ne nirakhi mara lochan — Lyrics

Gujarati Lyrics 13 views July 4, 2023
PDF

નાથજીને નિરખી મારાં, લોચન લોભાણાં,
વાલાજીની મૂર્તિમાં, મનડાં પ્રોવાણા…
નાથજીને નિરખી મારાં…

ઊભા રે અલબેલો વહાલો, આવીને આંગણિયે,
મુગટ જડિયો રે એનો, મોતીને મણિયે…
નાથજીને નિરખી મારાં…

ઝીણી રે પછેડી ઓઢી, ધર્મને લાલે,
પલવટ પાળી છે વહાલે, પીળે દુશાલે…
નાથજીને નિરખી મારાં…

કોટમાં કંઠી ને, કેસર તિલક કીધું,
મુખને મરકલડે મારું મન હરી લીધું…
નાથજીને નિરખી મારાં…

જોઈ રહું જીવન તમને, ચંદ જ્યું ચકોરી,
પ્રેમાનંદના નાથ મારી, છો જીવનદોરી…
નાથજીને નિરખી મારાં…

Nathji ne nirakhi mara lochan lobhana
Valaji ni murti ma manda provana
Naathji ne nirakhi mara…

Ubha re alabelo vahalo aavi ne aangniye
Mugat jadiyo re eno motine maniye
Naathji ne nirakhi mara…

Jini re pachhedi odhi dharm ne laale
Palvat paali chhe vale pile dushaale
Naathji ne nirakhi mara…

Kot ma kanthi ne kesar tilak kidhu
Much ne markalde maaru man hari lidhu
Naathji ne nirakhi mara…

Joi rahu jivan tamne chand jyu chakori
Premanand na naath maari chho jivan dori
Naathji ne nirakhi mara…

Share this song

Video

Related songs

PDF