Home » O Neel Gagan na Pankheru Lyrics in Gujarati

O Neel Gagan na Pankheru Lyrics in Gujarati

ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે
સાથે રમતાસાથે ફરતાસાથે નાવલડીમાં તરતા
એક દરિયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે
તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તુંજઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે
મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે



Scroll to Top