Home » Ranuja Na Raja Gujrati Lyrics

Ranuja Na Raja Gujrati Lyrics

રણુજા ના રાજા, અજમહ્ય્જી બેટા ,વિરામ દેવા ના વીરા
રાણી નેત્રાના ભરથાર, મારો હેલો સાંભળો

એ હેલો સાંભળો રણુજાના રાય ,
હુકમ કરો તો પીર જાત્રાયું થાય.
મારો હેલો સાંભળો

વાણીયાને વાણીયણ જાત્રાએ જાય
માલ દેખી ચોર વાંસે થાય.
મારો હેલો સાંભળો

ઉંચી ઉંચી ઝાડીને વસમી છે વાટ
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર.
મારો હેલો સાંભળો

ઊંચા ઊંચા ઝાડીને વસમી છે વાટ
મારી નાખ્યો વાણીયોને માલ લઇ ગયા ચોર.
મારો હેલો સાંભળો

ઉભી ઉભી અબલા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કને ગયો અવાજ.
મારો હેલો સાંભળો

લીલુડો તો ઘોડલો ને હાથમાં તીર
વાણીયાની વારે ચડ્યા રામદેવ પીર.
મારો હેલો સાંભળો

ઉઠ ઉઠ અબલા ધડ માથું જોડ
ત્રણ ભુવન માંથી ગોતી લાવું ચોર.
મારો હેલો સાંભળો

ભાગ ભાગ ચોરટા કેટલેક જઈશ
વાણિયાનો માલ તું દાડા ખાઈશ.
મારો હેલો સાંભળો

આંખે કરું આંધળો ને દિલે કાઢું કોઢ
દુનિયા જાણે પીર રામદેવ નો ચોર.
મારો હેલો સાંભળો

ગાય દલુ વાણીયો ને ભલી રાખી ટેક
રણુજા શહેરમાં વાણીયે પેરી લીધો ભેખ.
મારો હેલો સાંભળો



Scroll to Top