રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..
સૌ જન કહેતા પછી જપીશું,
પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….
ઘડપણ આવશે ત્યારે ભજશું,
પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..
બત્રીસ જાતનાં ભોજન જમતાં,
ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..
રંગ રાગમાં ક્યારે રટાશે,
રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે,
ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..
Download This Lyrics