Home » Jagti Jogmaya Khodiyar Gujarati Garba Lyrics

Jagti Jogmaya Khodiyar Gujarati Garba Lyrics

જાગતી છે જોગમાયા
ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય,
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
દશે દિશાએ તારી નામના ને તારો ગાજે છે જયજયકાર (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.
આશા ભર્યા તારે આંગણે સૌ આવે છે નર ને નાર (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.
મનમાન્યું તું આપતી ને તારો મહિમા અપરંપાર (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.
સુખની સાગર માવડી ને તું તો નોધારાની આધાર (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.
નિજ ભક્તોના કારણે તું તો દોડી આવે તત્કાળ (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.
બિન્દુ તારો વિનવે માડી ઉતારો ભવપાર (૨)

હે માડી તું તો જાગતી છે જોગમાયા.



Scroll to Top