Home » Sane kare che vilaap kayarani Gujarati Bhajan Lyrics

Sane kare che vilaap kayarani Gujarati Bhajan Lyrics

શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે

તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે

ઘણા દિવસનો ઘરવાસ આપણે ઘણા દિવસનો ઘરવાસ રે

મુકી ન જાવ મને એકલી મુકી ન જાવ મને એકલી જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે

મમતા મુકીદે માયલી હવે અંતરથી છોડી દે આશ રે

રજા નથી મારા રામ મને રજા નથી મારા રામ ની કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે

અઘોર વનળાની માય જીવરાજા અઘોર વનની માય રે

મુકી ન જાવ મને એકલી તમે મુકી ન જાવ મને એકલી જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે

શાને કરો છો વિલાપ કાયારાણી શાને કરો છો હવે વિલાપ રે

ઓચિંતા ના મુકામ આવ્યા, ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે

કયારે થશે હવે મીલાપ જીવરાજા આપણોં કયારે થશે મીલાપ રે

વચન દઈ ને સીધાવજો તમે વચન દઈ ને સીધાવજો જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે

હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે

આતો લેણ દેણના સબંધ છે આતો લેણ દેણના સબંધ છે કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે

દુર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે

મને આટલે પહોચાડીને સીધાવજો આટલે પહોચાડીને સીધાવજો જીવરાજા રે

એમ કાયારાણી કિયે છે

હવે છેલ્લા રામ રામ કાયારાણી હવે છેલ્લા રામ રામ રે

જાવુ ધણીના દરબારમાં હવે જાવુ ધણીના દરબારમાં કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે

પુરૂષોત્તમ ના સ્વામી શામળા ભક્તો તણા રખવાળ રે

સાચા સગા છે એ સર્વના સાચા સગા છે એ સર્વના કાયારાણી રે

એમ જીવરાજા કિયે છે……



Scroll to Top