Home » Vadali Aakashma Avi Chali Gayi Gujarati Bhajan Lyrics

Vadali Aakashma Avi Chali Gayi Gujarati Bhajan Lyrics

નૈનો ઝાંખા થઈ ગયા મુખ તણી લાલી ગઈ,
વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ,
બંદગી વિણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ,
આ જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈ
વાદળી આકાશમાં આવી

વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને,
એ છતાં હે મૂર્ખ તે જાણ્યાં અંતરયામીને,
મૃત્યુ એ આવી પછાડ્યો મસ્તી મતવાલી ગઈ
વાદળી આકાશમાં આવી

પુત્ર વહાલો પત્ની વહાલી સ્વાર્થ માં ગુલતાન છે,
હું અને મમતામાં ડુલે છે છતાં ક્યાં ભાન છે,
કાળે ઝાલી ચોટલી ક્યાં વ્હાલોને વાહલી ગઈ
વાદળી આકાશમાં આવી

સરસો રહી સંસારમાં મન રાખ પ્રભુની પાસમાં,
સત્તાર શા સમજી જુઓ ઉધાર છે વિશ્વાસમાં,
નહીં તો જાણો જિંદગી જીવ્યા છતાં ખાલી ગઈ
વાદળી આકાશમાં આવી



English version


vaadali aakash ma aavi ane chaali gayi
naino jaankha thayi gaya mukh tani laali gayi
bandagi vin jivan jivya jindagi khaali gayi
aa jara aavi juvaani haath taali dai gai
vaadali aakash ma aavi…
vishwa ma uttam manushya deh durlabh paamine
chhata he murkh te jaanya na antaryaamine
mrutyu aa aavi pachhaadyo masti matvaali gayi
vaadali aakash ma aavi…
putr vahaalo patni vahaali swaarth ma gultaan hce
hu ane mamata ma dule che chhata kya bhaan che
kaale jaali chotali kya vahaalo ne vahaali gayi
vaadali aakash ma aavi…
saraso rahi sansaar ma man raakh prabhuni paas ma
satar sha samaji juvo udhaar che vishwaas ma
nahi to jaano jindagi jivya chhata khaali gai
vaadali aakash ma aavi…


Scroll to Top