હૃદય માં જો તપાસીને,
છુપાયેલો ખજાનો છે,
લઇ લે જ્ઞાન સદગુરુથી,
એનો ભેદ છાનો છે.
પ્રભુ છે કોણ ને તું કોણ છે,
જ્ઞાનને વિચારી જો,
હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં,
પાછો ક્યાં જવાનો છે
હૃદયમાં જો…
હજી છે હાથમાં બાજી,
જીવડા જો જરા જાગી,
ધરીને ધ્યાન ઘટમાં જો,
મળ્યો અવસર મજાનો છે
હૃદયમાં જો…
કળીનો દોર ચાલે છે,
જગતમાં જામે નાસ્તિકતા,
અનેરા કાળનો આરંભ,
દુનિયામાં થવાનો છે
હૃદયમાં જો…
ગુરુથી જ્ઞાન લઇ સત ભેદને,
સત્તાર શા સમજો,
મનુષ્ય દેહ મળ્યો મોંઘો,
અનુભવવા પામવાનો છે
હૃદયમાં જો…
English version
chhupaayelo khajaano che
layi le gnaan sadguruthi
eno bhed chhaano che
harday ma jo…prabhu che kon ne tu kon che
gnaan ne vichaari jo
hato tu kya vali aavyo che kya
paachho kya javaano che
harday ma jo…haji chhe haath ma baaji
jivada jo jara jaagi
dharine dhyaan ghat ma jo
malyo avasar majaano che
harday ma jo…
kali no dor chaale che
jaagat ma jaame naastikta
anera kaal no aarambh
duniya ma thavaano che
harday ma jo…
guruthi gnaan lai sat bhed ne
sataar sha samajo
manushya deh malyo mondho
anubhavava paamvaano che
harday ma jo…