Aadi Anadi Che Vachan Paripurn Lyrics in Gujarati by Panbai
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચનથી અધિક નહીં કાંઈ રે,
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણમાં સમાય રે
આદિ અનાદિ…
કર્મકાંડ એને નડે નહીં
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે,
પગલું ભરે પણ વચન તપાસે ને
થઈ રહે ગુરુજીના દાસ રે
આદિ અનાદિ…
જનક વિદેહી ભૂલી ગયો ને
દીધો જેણે પેઘડે પાવ રે.
એક વરસ તેમાં રહ્યો પોતે
પછી બદલ્યો વચનનો ભાવ રે
આદિ અનાદિ…
દેહ છતાં તેને વિદેહી કીધો,
એ વચન તણો પ્રતાપ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
જેને નહીં ત્રિવિધનો તાપ રે…
આદિ અનાદિ
Related songs
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો|Shriji aavo te rang mane sid lagaado Lyrics
Shriji aavo te rang mane sid lagaado Lyrics
રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics
Ranaji ame Govind na Gun Gashu Lyrics