ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો
ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો
એના રે વિના મારી કાયા છે પાંગળી અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી એના રે વિના રે મારી કાયા છે પાંગળી અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે એ સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો
ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો
તનડું રુધાણું મારું, મનડું મુંજાણું અને તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું તનડું રુધાણું મારું રે મનડું મુંજાણું અને તાર રે તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું
કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો રે કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો એ આછો રે સળગતો કોઈએ જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો
ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો જોયો હોય તો કેજયો.
English version
Bhitarno bheru maro atamo khovayo re Maragno chindhnaro bhomiyo khovayo Ae vate visamo leta joyo hoy to kejyo Joyo hoy to kejyo
Bhitarno bheru maro atmo khovayo re Maragno chindhnaro bhomiyo khovayo Ae vate visamo leta joyo hoy to kejyo Joyo hoy to kejyo
Aena re vina mari kaya chhe pangali Ane ankh chhataye mari akhyu chhe andhadi Aena re vina re mari kaya chhe pangali Ane ankh chhataye mari akhyu chhe andhadi
Mara re sarvariyano hansalo risayo re Mara re sarvariyano hansalo risayo re Ae sarvarma tarto koi ae joyo hoy to kejyo Joyo hoy to kejyo
Bhitarno bheru maro atamo khovayo re Maragno chindhnaro bhomiyo risayo Ae vate visamo leta joyo hoy to kejyo Joyo hoy to kejyo
Tandu rudhanu maru mandu mujanu Ane tar tutyo ne adhvach bhajan nandvanu Tandu rudhanu maru re mandu mujanu Ane tar re tutyo ne adhvach bhajan nandvanu
Kapari andhima maro divado zankhvayo re Kapari andhima maro divado zankhvayo Ae aachho re sadagato koi ae joyo hoy to kejyo Joyo hoy to kejyo
Bhitarno bheru maro atamo khovayo re Maragno chindhnaro bhomiyo risayo Aae vate visamo leta joyo hoy to kejyo Joyo hoy to kejyo Joyo hoy to kejyo Joyo hoy to kejyo.