Chori Karva Chalya Chor Lyrics
ચોરી કરવા ચાલ્યા ચોર
સોની પોલ માં થતો શોર
સિપાહી મળ્યા સામા
મમ્મી ના ભાઈ તે મામા
મામા લાવે ચૂક ચૂક ગાડી
મામી માટે લાવે સાડી
સાડી ના રંગ પાકા
પપ્પા ના ભાઈ તે કાકા
કાકા કાકા કરેલા
કાકી એ વઘારેલા
કાકી પડ્યા રોઈ
પપ્પા ની બહેન તે ફોઈ
ફોઈ ફૂલડાં લાવે છે
ફુઆ ને વધાવે છે
ફુઆ ગયા કાશી
મમ્મી ની બહેન તે માસી