Skip to content
Gujarati Lyrics

Dholida Vagad Dhol Jaan Aavi Lyrics in Gujarati Jaan Lagngeet

Gujarati Lagna Geet 7 views July 31, 2023
PDF

ઢોલીડા વગાડ ઢોલ જાન આવી રે ગુજરાતી લિરિક્સ

ઢોલીડા વગાડ ઢોલ જાન આવી રે
જાન આવી,
માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાં
રૂક્ષ્મણીને લેવા તેનો કાન આવ્યો રે
માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાં
ઢોલીડા વગાડી ઢોલ…

શેરીઓમાં ટોળેટોળાં વરરાજાને
જોવા દોડે રે,
રાજકુંવર આવે કુંવરીને લેવા,
જુઓ બેસી રૂડા ઘોડે રે,
લાડકડીને લેવા લાડો જાન લાવ્યો રે
માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાં
ઢોલીડા વગાડી ઢોલ…

તોરણિયે જ્યારે આવ્યા વરરાજા,
કર્યા પ્રેમનાં પોખણો,
કંકુ-ચોખાનો કરી ચાંદલો,
સાસુજીએ તમને પોંખ્યા,
લાડકડીને લેવા લાડો જાન લાવ્યો રે
માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાં
ઢોલીડા વગાડી ઢોલ…

જાનૈયા તો નાચ્યા ઉમંગે,
જાડિયું ગીત ગાતી રે,
વેવાઈને આવતા જોઈને માંડવે,
હૈયામાં ખુશી થાતી રે,
લાડકડીને લેવા લાડો જાન લાવ્યો રે
માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાં
ઢોલીડા વગાડી ઢોલ…

Dholida Vagad Dhol Jaan Aavi Lyrics in English

dholida vagaad dhol jaan aavi re
jaan aavi re
maandavade monghera maheman aavya re
rukshmani ne leva teno kaan aavyo re
rukshmani ne leva teno kaan aavyo re
maandavde monghera maheman aavya re
dholida vagaad dhol…

sherioma toletola var rajane jova dode re
raaj kuvar aave kuvari ne leva
juvo besi rooda ghode re
ladkadi ne leva laado jaan laavyo re
maandavde monghera maheman aavya re
dholida vagaad dhol…

toraniye jyaare aavya var raja
karya prem na pokhana
kanku chokha no kari chaandalo
saasujiye tamane pokhya re
ladkadi ne leva laado jaan laavyo re
maandavde monghera maheman aavya re
dholida vagaad dhol…

jaanaiya to naachya umange
jaanadiyu geet gaati re
vevaayi ne aavata joyine maandave
haiyama khushi thaati re
ladkadi ne leva laado jaan laavyo re
maandavde monghera maheman aavya re
dholida vagaad dhol…

Share this song

Related songs

PDF