X

Evi suni deli ne suna tara daayra lyrics in Gujarati by Diwaliben Bhil

એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા
સુનિ પડી ગઈ વાવડીની બજાર કાળુભાના કુવર
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા…

એવુ પાટુ રે મારીને પટારો ભાંગીયો
એવુ પાટુ રે મારીને પટારો ભાંગીયો
લાગે છે કઈ ડાબા પગમા ચૂક રે કાળુભાના કુવર
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા…

એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
આવે છે કાંઇ આખા શરીરે વેદના કાળુભાના કુંવર
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા…

એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો નેકળ્યો
કીધી છે કાંઈ અમરેલીમાં જાણ રે કાળુભાના કુંવર
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.