Home » Ganda Ni Vanjar Desi Gujarati Bhajan Lyrics

Ganda Ni Vanjar Desi Gujarati Bhajan Lyrics

સખી:-
“કેશવ કહી કહી સમરિયે
નવ સોઈએ નિર્ધાર રાત દિવસ
કે સમર્ણે કબ હું ક લગે પુકાર
નામ સમો વળકો નહિ
જપ તપ તીરથ જોગ
તારે નામે પાચક
છૂટીએ નામે નાસે રોગ“ગાંડા ની વણઝાર,
એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર
એનો ગણતા ના આવે પાર

ગાંડા ની વણઝાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો,
અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી
નારદજી તો એવા ગાંડા,
જેણે બાંધ્યા નહિ ઘર બાર
જો જો તમે આ ગાંડાની વણઝારગાંડા હનુમંત, ગાંડા વિભીષણ,
ગાંડી શબરી નાર.. જી
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને,
પ્રભુ ઉતાર્યા પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

ગોકુળ ગામની ગોપીઓ ગાંડી,
ભૂલી ઘર વ્યવહાર.. જી
બંસી નાદે ચાલી નીકળી,
સુતા મેલી ભરથાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

સુદામા ના ગાંડપણે તો
વેઠયા ભૂખ અંગાર.. જી
પાંચ પાંડવ એવા ગાંડા,
જેણે છોડ્યા નહિ કિરતાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

વિદુર પત્ની ગાંડી થઈને,
રટે નંદ કુમાર.. જી
છબિલાને એ છોતરા આપ્યા,
ગર્ભ ફેંક્યા બહાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

બોડાણા નાં ગાંડપણે તો
કામ કર્યું હદપાર..જી
દ્વારિકા નો ઠાકોર આવ્યા,
ડાકોર ગામ મોજાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

કબીર, તુલસી, સુર ગાંડો
અને રોહિદાસ ચમાર..જી
મોરાંદે તો ગાંડા થઈ ને,
ગાંડો કીધો સંસાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને
ગાંડો પ્રીતમ પ્યાર..જી
સખુ મીરાં કર મા ગાંડી,
જેણે છોડ્યા જગ થી તાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

દાદુ ગાંડો, પીપો ગાંડો અને
અખૈ યો એ સોનાર..જી
પંઢર પૂર માં, ગોરો ગાંડો,
ઈતો ઘડા નો ઘડનાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

નામો , ગામો, સૂકો, ગાંડો અને
મૂળદાસ લોહાર ..જી
જલારામ ની વાત શું કરવી,
જેણે વળાવી ઘરની નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

જુનાગઢ નો નાગર ગાંડો,
ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
બાવન કામ, કર્યા પ્રભુ એ,
એના છતાં આવ્યો નહિ અંહકાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

થયા ઘણા અને હાલમાં પણ છે,
અને ભવિષ્યે પણ થનાર ..જી
ભક્ત કુળનો નાશ નથી,
એ બોલ્યા જગત આધાર
જો જો તમે આ ગાંડાની વણઝાર

દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ
હરિ ને મન હોંશિયાર..જી
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ,
ને ગાંડા સાંભળ નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર



Scroll to Top