એ વખાણુ બ્રહ્મના ભેદમા રે
જેનુ રુષીયો જપતા રે જાપ,
હરી ન હતા ચારે વેદમા રે
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા…
ગુરુ મારા અસલ યુગમા નોતો રે આધાર,
પચાસ ક્રોડમા પાણી રે.
તેદી નીરંજન હતા નિરાકાર,
તેમાંથી શક્તિ દરશાણી રે
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા…
ગુરુ મારા શક્તિ એ કીધો રે સમાગમ,
શક્તિ એ પ્રમોધ ધીધો રે
તેદી ઉમૈયાને વાધ્યો રે,
ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા…
ગુરુ મારા પંચે મળીને કીધો રે,
આરાધ નિરંજને વચન દીધા રે
તેદી ધરતીના બાંધ્યા રે,
ધરમ નીજ ધર્મ તેદી એણે થાપ્યો રે
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા…
ગુરુ મારા નાદ અને બુંદનો છે વીસ્તાર,
સંસાર પ્રગટ કીધો રે
એમ એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય,
મહા મંત્ર શીવજીને દીધો રે
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા…
English version
ye vakhaanu brahm na bhed ma re
jenu rushiyo japata re jaap
hari na hata chaare ved ma re
guruji mahamantra no…
pachas krod ma paani re
tedi niranjan hata niraakaar
temaathi shakti darashaani re
guruji mahamantra no…
shakti ye pramodh didho re
tedi umaiya ne vaadhyo re
umed tran purush pragat kidha re
guruji mahamantra no…
aadhaar niranjane vachan didha re
tedi dharati na baandhya re
dharam nij dharm tedi ene thaapyo re
guruji mahamantra no…
sansaar pragat kidho re
em bolya bolya rushi markandey
maha mantra shivji ne didho re
guruji mahamantra no…