Home » Ganesh Deva Karu Tari Seva Lyrics in Gujarati

Ganesh Deva Karu Tari Seva Lyrics in Gujarati

ગણેશ દેવા કરૂ તારી સેવા Lyrics in Gujarati

ગણેશ દેવા કરૂ તારી સેવા હો
ખોલો મારા રૂદિયા ના તાળા મારા દેવા
હો ગણેશ દેવા

પહેલી કંકોત્રી આરાસુર મોકલો હો
અંબેમાં ને તેડાવો મારા દેવા
હો ગણેશ દેવા

બીજી કંકોત્રી ચોટીલા મોકલો હો
ચામુંડ માં ને તેડાવો મારા દેવા
હો ગણેશ દેવા

ત્રીજી કંકોત્રી પાવાગઢ મોકલો હો
મહાકાળી માં ને તેડાવો મારા દેવા
હો ગણેશ દેવા

ચોથી કંકોત્રી રાજપરા મોકલો હો
ખોડિયાર માં ને તેડાવો મારા દેવા
હો ગણેશ દેવા

પાંચમી કંકોત્રી ખેડા ગામ મોકલો હો
મેલડી માં ને તેડાવો મારા દેવા
હો ગણેશ દેવા

ગણેશ દેવા કરૂ તારી સેવા હો
ખોલો મારા રૂદિયા ના તાળા મારા દેવા
હો ગણેશ દેવા



Watch Video

Scroll to Top