Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Lyrics

A Message From Ganpati Bappa

Written by Gujarati Lyrics

ગણપતિ બાપ્પા ને પાણીમાં પધરાવી …. ઘરે આવીને તોરણો ઉતાર્યા. જેનાં પર એ બિરાજમાન થયા હતા એ બાજઠ ઉઠાવ્યું ત્યારે એની નીચેથી એક ચિઠ્ઠી મળી એમણે લખેલું,

પ્રિય….

જે ધૂમધામ સાથે હું આવ્યો હતો …. એનાં કરતા વધારે ભવ્યતા અને ધામધૂમ સાથે જઇ રહ્યો છું.

જીવનમાં આગમન જેટલું શાનદાર હોય એનાં કરતા પણ વધારે ભવ્ય વિદાય હોવી જોઇએ હું અ-તિથિ નથી.
મારી તો આવવાની અને જવાની બેઉ તિથિ નક્કી હોય છે. જે ઘરમાં જાઉં ત્યાંનો થઇને રહું છું.

મારે તમને એક વાત કહેવી છે… સર્જનને જેવી રીતે સ્વીકારો છો-એવી રીતે જ વિસર્જનને પણ સ્વીકારતા શીખો. કશું ય આજીવન સાથે નથી રહેવાનું ક્યારેક ને ક્યારેક એને વહાવી દેવાનું છે-ડૂબાડી દેવાનું છે હાથે કરીને….

હું આવતા વર્ષે ફરી આવીશ…જુદા રંગ સાથે, જુદા કદ સાથે….યાદ રાખજો…તમને ગમતી પળો પણ મારી જેમ જ આવશે અને નિર્ધારિત સમય બાદ તમારે જ એને હાથે કરીને ડૂબાડી દેવી પડશે. નષ્ટ કરી નાંખવી પડશે.

જીંદગી એક ચક્ર છે પૂરું થશે ડૂબાડશો તો કંઇક ફરી ઉગશે….નવું ઉગાડશો તો ફરી વિસર્જિત તો કરવું જ પડશે….પણ એકવાત હંમેશા યાદ રાખજો કશું ક્યારેય સનાતન રહેતું નથી એટલે વિદાય આગમન કરતા પણ ભવ્ય હોવી જોઇએ….

ન ગમતી પળો પણ આવી જ રીતે વિસર્જિત થઇ જશે અને નવી પળો સર્જાશે….

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચ્યા વર્ષી લવકર યા
ગણપતિ ગેલે ગાવાલા ચેન પડે ના આમાલા
અગલે બરસ તુ જલ્દી આ

🙏🏻 🌹😔🌹 🙏🏻




About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!