Skip to content
Gujarati Lyrics

O Neel Gagan na Pankheru Lyrics in Gujarati

Gujarati Lyrics 31 views December 28, 2023
PDF

ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…
સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરિયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…
તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…
મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

Share this song

Related songs

PDF