Halo Ne Kidibai Ni Jaan Ma Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music
Halo Ne Kidibai Ni Jaan Ma is a Gujarati Garba song voiced by Praful Dave from Shivam Cassettes Gujarati Music. The song is composed by Pankaj Bhatt, with lyrics written by Prabhat Barot.
એ કીડી બિચારી કીડલી રે કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડાને નોતર્યા હે, પંખી પારેવડાને નોતર્યા
એ દીધા સૌને સન્માન
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
એ મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
સામા મળ્યા બે કૂતરા, સામા મળ્યા બે કૂતરા
એ બિલાડીના કરડ્યા બે કાન
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડેથી પાતળો, મંકોડો કેડેથી પાતળો
એ ગોળ ઉપડ્યો ન જાય
કેમ કરીને જાવું કીડીની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા, હા ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા
હે ગધેડો ફુંકે શરણાઈ
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
એ ઉંદરમામા હાલ્યા રીસામણે રે, બેઠા દરીયાને બેટ
દેડકો બેઠો ડગમગે, દેડકો બેઠો ડગમગે
હે મને કપડાં પેહરાવ
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જોવે જાનોની વાટ
આજ તો જાનને લુટવી, આજ તો જાનને લુટવી
હે લેવા સર્વેના પ્રાણ
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતનો ચાબખો, ભોજા ભગતનો ચાબખો
હે સમજો ચતુર સુજાણ
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
એ કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડાને નોતર્યા, પંખી પારેવડાને નોતર્યા
એ કીડીને આપ્યા સન્માન
હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં
એ હાલો હાલો રે કીડીબાઇની જાનમાં
એ હાલો હાલોને કીડીબાઇની જાનમાં.
Ae kidi bichari kidli re kidina laganiya levay
Pankhi parevdane notarya he, pankhi parevdane notary
Ae didha saune sanman
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Ae minibaine mokalya gaam ma re aeva notarava gaam
Sama malya be kutra, sama malya be kutra
Ae biladina karadya be kaan
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Makodane mokalyo madave re leva manlaviyo gol
Makodo kedethi patado, makodo kedethi patado
Ae gaud updyo na jay
Kem karine javu kidini janma
Ae halo halone kidibaini janma
Ghode re bandhya page ghughra re, kakide bandhi chhe katar
Unte re bandhya gale dholka, ha unte re bandhya gale dholka
He gadhedo funke sharnai
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Ae undarmama halya re risamane re betha dariyane bet
Dedko betho dagmage, dedko betho dagmage
He mane kapda pehrav
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Vansade chadyo aek vandro re, jove janoni vat
Aaj to janne lutavi, aaj to janne lutavi
He leva sarvena pran
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Kai kidini koni jan chhe re, santo karjo vichar
Bhoja bhagatno chabakho, bhoja bhagatno chabakho
He samjo chatur sujan
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Ae kidi bichari kidli re kidina laganiya levay
Pankhi parevdane notarya, pankhi parevdane notary
Ae kidine apya sanman
Halone kidibaini janma
Ae halo halone kidibaini janma
Ae halo halo re kidibaini janma
Ae halo halone kidibaini janma.
Video
Song details
Shivam Cassettes Gujarati Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Revu Bhadana Makan Ma | Praful Dave |
| Tame Gotilo Aap Sharir | Praful Dave |
| Bhitar No Bheru Maro | Praful Dave |
| Aaj Guruvar Aavyo | Praful Dave |
| Shankhalpur Sohamnu Re | Arvind Barot |
| Revu Bhadana Makan Ma | Praful Dave |
| Nindarma Gherana Jadeja Jagjo | Praful Dave |
| Pratham Pahela Samariye Swami | Praful Dave |
| Rude Garbe Rame Chhe | Arvind Barot |
| Tamne Ramdev Parnave | Praful Dave |
FAQs
Which album or label is Halo Ne Kidibai Ni Jaan Ma from?
Who sang the song Halo Ne Kidibai Ni Jaan Ma?
Who composed the music for Halo Ne Kidibai Ni Jaan Ma?
Who wrote the lyrics of Halo Ne Kidibai Ni Jaan Ma?
What genre is Halo Ne Kidibai Ni Jaan Ma?
Related songs
Manav Nade Che Manvi Ne Lyrics In Gujarati – Narayan Swami
Vahlam Ni Vasli Vagi Garba Lyrics Gujarati
Adhya Shakti Tujne Namu Bahuchara Lyrics | Arvind Barot, Bhavna Rana | Studio Sangeeta
આતો મારા માજીના રથનો રણકાર | aato mara madi na rath no Lyrics
aato mara madi na rath no Lyrics