હે આંખ મોરા નામથી હું તો સોઈ સોઈ જાગી રે હે નિરંજનનો જોગી આવ્યો ભિક્ષા દોને મોરી માઈ રે હું નહિ રાજા ગોપીચંદ હે તાંબા કુંડી જળ ભરી રૂપા કેરી જારી રે એ ગોપીચંદ નાવા બેઠ્યાં ઉના મેલ્યા પોની રે હું નહિ રાજા ગોપીચંદ એ વા નથી વાદળ નથી બુંદ ચોથી આવ્યા રે એ ઓળ વાળીને ઊંચે જોયું મોલે રુવે માઈ રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
એ આપણા દરબારમાં મૈયા દુખીયારું નથી કોઈ રે હે મેનાવતી મૈયા તમે શેના કારણ રોયા રે હું નહિ રાજા ગોપીચંદ એ તારી કાયા તારા બાપ જેવી કંચન વરણી કાયા રે એ માટી ભેળી માટી થાશે પવન ભેળા પ્રાણ રે હું નહિ રાજા ગોપીચંદ એ આપણી ગોડવાડમાં એક જાલંદર જોગી રે એ જાલંદરને બાર કાઢો અમર કરશે કાયા રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
એ માતાજીના વચન સુણી લાગ્યા જોન પાય રે એ બંગાળનું રાજ છોડી રાજા હાલ્યા જોન જાય રે હું નહિ રાજા ગોપીચંદ એ હુકમ કરતા હજાર આવીયા તોડ્યા છે હાન કોટ રે એ જાલંદરને બહાર કાઢીયા ગુરુ થવ અમારા રે હું નહિ રાજા ગોપીચંદ હે જોળીવાળી દરબાર જાઓ ભિક્ષા માંગી લાવો રે એ રાણી પાસેથી ભિક્ષા લાવો તો ગુરુ બનું હું તમારો રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
એ પલભાતના બૉણમાં એક બાળો જોગી આવ્યો રે એ હાથે કળ પ્રેમના એના જોગીના એધાણ રે હું નહિ રાજા ગોપીચંદ એ થાળ ભર્યો સદ્ મોતીડે ભિક્ષા દેવા આવ્યા રે હે મોતી તમારા સુ રે કરું ભિક્ષા નથી મારી રે હું નહિ રાજા ગોપીચંદ હે કલાલીને ગરદણ મારુ પૂરો દારૂડો પાયો રે હે રાજા સરખો રાજીયો એતો બની ગયો બાવો રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
એ કલાલીને મત મારો નથી પાયો મન દારૂ રે હે વિધાતાના લેખ લખિયા બન્યો આજે બાવો રે હું નહિ રાજા ગોપીચંદ એ પંચકળનો આટો આલજ્યો થોડી આલજ્યો લુંન રે એ તારા મોલમાં લાય ઉઠે મને આપો ભિક્ષા રે હું નહિ રાજા ગોપીચંદ એ સોના કેરું ખપ્પર બનાવું રૂપા કેરી જારી રે એ મેલમાં તો મઢી બનાવું સેવા કરું હું તમારી રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
એ પંખી ભમે પેટ કારણ થ્રોરિંગ ભમે ભોંય રે એ જોગી ભમે જોગ કારણ નવખંડ કેરી મોય રે હું નહિ રાજા ગોપીચંદ એ ફૂલકેરી અખંડી મઇ ખુંચે મોલની મોય રે એ વનરાવનમાં લાકડા ઓ રાજા કેમ વેણયા જાશે રે હું નહિ રાજા ગોપીચંદ એ દેશ જાજ્યો પરદેશ જાજ્યો ન જાજ્યો બેનીબા ના દેશ રે બેની કેરો જીવ જાશે જગમાં પડે હંકાર રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ
હે દેશ જોયા પરદેશ જોયા ન જોયા બેનીબા ના દેશ રે એ બેની કેરી ભિક્ષા લઈને વનમાં ચાલ્યો જઉં રે હું નહિ રાજા ગોપીચંદ એ રાણી રોવે રંગમોલમાં ને દાસી રોવે દરબારમાં રે એ હાથે રોવે હાત વર્ણ ને ચોરે રોવે ચારણ ભાટ રે હું નહિ રાજા ગોપીચંદ એ ફાટ્યા તૂટ્યા લૂગડાં મારા અંગે રે રહેશે રે એ ગોપીચંદની ગોદડી બાવા ગોરખનાથે ગાઈ રે હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ હું નહિ રાજા ગોપીચંદ.
English version
He ankh mora namthi hu to soi soi jagi re Ho niranjanno jogi avyo Bhiksha done mori mai re Hu nahi raja gopichand He tamba kundi jad bhari rupa keri zari re Ae gopichand nava bethya una melya poni re Hu nahi raja gopichand Ae va nathi vadad nathi bund chothi avya re Ae aod vadine unche joyu mole ruve mai re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
Ae apana darbarma mailya dukhiyaru nathi koi re He menavati maiya tame shena karan roya re Hu nahi raja gopichand Ae tari kaya tara bap jevi kanchan varni kaya re Ae mati bhedi mati thase pavan bheda pran re Hu nahi raja gopichand Ae apani godvadma aek jalandar jogi re Ae jalandarne bahar kadho amar karse kaya re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
Ae matajina vachan suni lagya jone pay re Ae bangadnu raj chhodi raja jon jay re Hu nahi raja gopichand Ae hukam karta hajar aviya todya chhe han kot re Ae jalandarne bahar kadhiya guru thay amara re Hu nahi raja gopichand He jodivadi darbar jao bhiksha mangi lavo re Ae rani pasethi bhiksha lavo to guru banu hu tamaro re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
Ae palbhatna bonma aek bado jogi avyo re Ae hathe kad premna aena jogi na aedhan re Hu nahi raja gopichand Ae thade bharyo sad motide bhiksha deva avya re He moti tamara su re karu bhiksha nathi mari re Hu nahi raja gopichand He kalaline gardan maru puro darudo payo re He raja sarkho rajiyo aeto bani gayo bavo re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
Ae kalaline mat maro nathi payo mane daru re He vidhatana lekh lakhiya banyo aje bavo re Hu nahi raja gopichand Ae panchkadno ato aljyo thodi aljyo lun re Ae tara molma lay uthe mane apo bhiksha re Hu nahi raja gopichand Ae sona keru khapar banavu rupa keri jari re Ae melma to madhi banavu seva karu hu tamari re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
Ae pankhi bhame pet karan throring bhame bhoy re Ae jogi bhame jog karan navkhand keri moy re Hu nahi raja gopichand Ae fulkeri akhandi mai khuche molni moy re Ae vanravanma lakda ao raja kem venya jase re Hu nahi raja gopichand Ae deh ja jajyo pardesh ja jajyo na jajyo beniba na desh re Beni kero jiv jase jagma pade hankar re Hu nahi raja gopichand Hu nahi raja gopichand
He desh joya pardesh joya na joya beniba na desh re Ae beni keri bhiksha laine vanma chalyo jau re Hu nahi raja gopichand Ae rani rove rangmilma ne dasi rove darbarma re Ae hathe rove hat varn ne chore rove charn bhat re Hu nahi raja gopichand Ae fatya tutya lugda mara ange re rahese re Ae gopichandi godadi bava gorakhnathe gai re Hu nahi raja gopichand Hu nahi raja gopichand Hu nahi raja gopichand Hu nahi raja gopichand.