Home » Khamma Mara Nandji na Lal

Khamma Mara Nandji na Lal

ખમ્મા મારા નંદજીના લાલ , મોરલી ક્યાં રે વગાડી ?

હું તો સુતીતી મારા શયન ભુવનમાં
સાંભળ્યો મેં મોરાલીનો સાદ …મોરલી …ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભૂલી ગઈ સુધ ભાન સાન …મોરલી …ખમ્મા …

પાણીડાની મસે જીવન જોવાને હાલી
દીઠા મેંનંદજીના લાલ …મોરલી …ખમ્મા …

દોણુ લઈને ગાય દોહવાને બેઠી
નેતરાં લીધાં હાથ …મોરલી …ખમ્મા …

વાછરુ વરાહે મેં તોછોકરાંને બાંધ્યાં
નેતરાં લઈને હાથ …મોરલી …ખમ્મા



Watch Video

Scroll to Top