Ambama Na Uncha Mandir Nicha Mol
અંબામા ના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ ॥
અંબામા ના ગોખ ગબ્બર અણમોલ
કે શિખરે શોભા ઘણી રેલોલ ॥
આવી આવી નવરાત્રિ ની રાત
કે બાળ તારાં રાસે રમે રે લોલ ॥
અંબામા ગરબે રમવા આવો
કે બાળ તારાં વિનવે રે લોલ ॥
અંબામા ને શોભે છે શણગાર
કે પગલે કંકુ ઝરે રે લોલ ॥
રાંદલમા રાસે રમવા આવો
કે મુખડે ફ़ૂલડાં ઝરે એ લોલ ॥
બહુચરમા ગરબે રમવા આવો
કે આંખથી અમી ઝરે રે લોલ ॥
મા તારૂં દિવ્ય અનુપમ તેજ
કે જોઈ મારી આંખ ઠરે રે લોલ ॥
ગરબો તારો બાળ ગવરાવે
કે ભક્તો તારા પાયે પડે રે લોલ ॥
Song details
Album
Ambama Na Uncha Mandir
Related songs
Kanuda Ni Morali Veran Thayi Prachin Gujarati Bhajan Lyrics
Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati
PRABHAT FERI LYRICS | VIREN PRAJAPATI
જોઈ મૂરતિ મનોહર તારી|Joyi muarati Manohar taari Lyrics- Prabhatiya
Joyi muarati Manohar taari Lyrics- Prabhatiya
Ram na baan vaagya mune Lyrics in Gujarati by Diwaliben Bhil
મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે|Me to jugal swaroop joya shri lyrics
Me to jugal swaroop joya shri lyrics