Skip to content
Gujarati Lyrics

Sona Vatakdi Re Kesar Ghodya Valamiya

Gujarati Lokgeet 52 views April 10, 2023
PDF

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા,
લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા।

પગ પરમાણે રે કડલાં સોઈં વાલમિયા,
કાંબિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા।

કેડ પરમાણે રે ઘાઘરો સોઈં વાલમિયા,
ઓઢણીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં વાલમિયા।

હાથ પરમાણે રે ચૂડલા સોઈં વાલમિયા,
ગૂજરીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યા વાલમિયા।

ડોક પરમાણે રે ઝર્મર સોઈં વાલમિયા,
તુલસીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યા વાલમિયા।

કાન પરમાણે રે ઠોળિયાં સોઈં વાલમિયા,
વેળિયાંની બબ્બે તારે જોડ્ય રંગમાં રોળ્યાં વાલમિયા।

નાક પરમાણે રે નથડી સોઈં વાલમિયા
ટિલડીની બબ્બે તારે જોડ્ય રંગમાં રોળ્યાં વાલમિયા।

Share this song

Video

Song details

Related songs

PDF