Home » Meru to Dage Pan Jena Manada Dage Nahi Gujarati Bhajan Lyrics

Meru to Dage Pan Jena Manada Dage Nahi Gujarati Bhajan Lyrics

મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ,

મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,

વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે.

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી’ કરે નહીં આશ રે,

દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે.

હરખ રે શોકની જેને ના’વે રે હેડકી ને આઠે રે પહોરે આનંદ રે

નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે.

તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે,

ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ, પ્રભુ પધારે એને દ્વાર રે.



English version


Meru to dage pan jena manada dage nahi panaba’i

Marane bhaangi pade brhamaand re

Vipada pade pan vanase nahi re panaba’i

Toi harijan na paramana re

Meru to dage pan….

Chitt ni vruti sada nirmal rakhe re,

Ko’i di kare nahi asaa re

Daan deve pan، reve ajaaji re

Vachanuma raakhe Viswaas re,

Meru to dage pan…

Harakh re sokani jene na’ve re hedaki,

Ne aathe re pahore aanand re

Rahe sada santona sangama,

Tode re maaya kera fanda re

Meru to dage pan….

Tan man dhan jene prabhune arpe re

Dhanya nijaaji nar re naar re

Gangasati ema bolyam re panaba’i

Prabhu padhaare ene dwaar re,

Meru to dage pan…



Scroll to Top