નાનુ સરખુ ગોકુળીયુ મારે…૨
વાલે વૈકુંઠ કીધું રે
ભક્ત જનોને લાડ લડાવી…૨
ગોપીયો ને સુખ દીધુ રે, નાનુ સરખુ….
ખટદર્શન ખોળ્યો ન લાધેજી…૨
મુની જનને ધ્યાન નાવે રે
છાસ વલોવે નંદ ઘેર વાલો…૨
વૃંદાવન ધેનુ ચરાવે રે, નાનુ સરખુ….
વણ કીધે વાલો વતા કરેજી…૨
પુરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ…૨
ઉભો વદન વિકાસી રે, નાનુ સરખુ….
બ્રહ્માદિક જેનો પાર ન પામેજી…૨
શંકર કરે ખવાસી રે
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ…૨
મુક્તિ સરીખી દાસી રે, નાનુ સરખુ….
English version
Naanu sarakhu gokuliyu maare…2
Vale vaikuth kidhu re
Bhakt jano ne laad ladaavi…2
Gopio ne such didhu re,
Naanu Sarakhu…
Khat Darshan kholyo na laadhe
Muni jan ne dhyaan naave re
Chhaas valove nand gher vaalo
Vrundaavan dhenu charaave re,
Naanu Sarakhu…
Van kidhe vaalo vata kareji
Puran brahm avinaashi re
Maakhan kaaj mahiyaari aagal
Ubho vadan vikaasi re,
Naanu Sarakhu…
Brahmaadik jeno paar na paameji
Shankar kare khavaasi re
Narsaiya no swami bhakt tane vash
Mukti sarikhi daasi re,
Naan Sarakhu