X

Nagar nandji na lal Raas ramanta maari nathadi khovaani Lyrics in Gujarati

નાગર નંદજીના લાલ…2
રાસ રમંતા મારી નથડી ખોવાણી
કાના જડી હોય તો આલ…૨
રાસ રમંતાં મારી નથડી ખોવાણી

નાની નાની નથડી ને માહી જડેલા મોતી
નથડીને કારણીયે હુ તો…..૨
નૃત્ય કરું જોતી જોતી જોતી
નાગર નંદજીના લાલ…

નાની નાની નથડી ને માહી જડેલા હીરા,
નથડી આપો ને બેની..૨
સુભદ્રાના વીરા વીરા વીરા
નાગર નંદજીના લાલ…

નાનેરી પેરુ તો મારે નાકે ના સોહાય
મોટેરી પેરુ તો મારા…૨
મુખ પર જોલા ખાય ખાય ખાય
નાગર નંદજીના લાલ…

આંબે બોલે કોયલડીને વનમા બોલે મોર
રાધાજીની નથડીનો….૨
શામળિયો છે ચોર ચોર ચોર
નાગર નંદજીના લાલ…

નથડી આપોને પ્યારા નંદના કુંવર
નરસૈંયાના સ્વામી…૨
ઉપર જાઉં રે બલિહારી
નાગર નંદજીના લાલ…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.