Praan thaki mane vishnav vaala lyrics in Gujarati by Narsinh Mehta
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
હરનિશ એને ગાવું રે)…૨
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
તપ તીરથ વૈકુંઠ પદ મુકી
મારા ભગત બોલાવે ત્યાં જાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
લક્ષ્મીજી અર્ધાગના મારીજી
પણ મારા સંતની દાસી રે
અડસઠ તિર્થ મારા સંતોને ચરણે
કોટી ગંગા કોટી કાશી રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજી
અને સંત સૂએ તો હું જાગુ રે
મારા સંતની નિંદા કરે એની
જીહવા સઘળી કાપુ રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
મારા બાંધ્યા વૈષ્ણવ છોડે જી
વૈષ્ણવે બાંધ્યા મેલ છૂટે રે
એક વાર મને વૈષ્ણવ બાંધે તો
તે બંધન નવ તુટે રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
બેસીને ગાય ત્યારે ઉભો ઉભો સાંભળું
ઉભા ઉભા ગાય ત્યારે નાચું રે
હુ તો વૈષ્ણવથી ક્ષણ નહિ અળગો
ભણે નરસૈંયો સાચુ રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
Praan thaki mane vishnav vaala
Har nish ene gaavu re
Praan thaki mane vaishnav vaala
Tap tirath vaikuth pad muki
Maara bhagat bolaave tyaa javu re
Praan thaki mane vaishnav vaala
Lakshmiji ardhaangana maara ji
Pan maara sant ni daasi re
Adasath tirth maara santi ne charane
Koti ganga koti kaashi re
Praan thaki mane vaishnav vaala
Sant chaale tyaa gu aagal chaalu
Ane sant suve to hu jaagu re
Maara sant ni ninda kare eni
Jihava saghali kaapu re
Praan thaki mane vaishnav vaala
Maara baandhya vaishnav chhode ji
Vaishnave baandhya mel chhode re
Ek vaar mane vaishnav baandhe to
Te bandhan nav tute re
Praan thaki mane vaishnav vaala
Besine gay tyaare ubho ubho saambhalu
Ubha ubha gaay tyaare naachu re
Hu to vaishnav thi kshan nahi alago
Bhane narsaiyo saachu re
Praan thaki mane vaishnav vaala
Video
Related songs
Tame Bhave Bhajilo Bhagwan Lyrics in English
તવ દર્શન મનહારી શ્રીનાથજી|Tav darshan manhaari shrinathji Lyrics
Tav darshan manhaari shrinathji Lyrics
Raat Andhari Sati Ne Vayak Aavya Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music
Riday Ma Jo Tapasi Ne Old Gujarati Bhajan Lyrics
લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી| Lagaadi te priti laal re Lyrics
Lagaadi te priti laal re Lyrics