Home » Prabhuji Pote Ema Porano Gujarati Bhajan Lyrics

Prabhuji Pote Ema Porano Gujarati Bhajan Lyrics

પ્રભુજી પોતે એમાં પુરાણો
અજબ કાયાનો ઘડનારો એ પોતે એમાં પુરાણો
માયાપતિ માયાને વશ થઈ
માનવ બનીને મુંઝવાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો…
પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે એકલો બહુ અકળાણો
એતો હમ બહુ સ્વામી કહીને-લખ ચોરાસીમાં સમાણો
પોતે એમાં પુરાણો અજબ કાયાનો…
કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં સાંધો ક્યાંયે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ-થયો ન ઓછો દાણો
પોતે એમાં પુરાણો અજબ કાયાનો…
પૃથવી અને મહી ઓષધી એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે-પોતે ક્યાંયે ના દેખાણો
પોતે એમાં પુરાણો અજબ કાયનો…
પોતે ભગવન પોતે પુજારી પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને-સ્વામી થઈને સૂંઢાળો
પોતે એમાં પુરાણો અજબ કાયાનો….
દૃષ્યમાન છે જે કઈ જગમાં સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં અર્જુન માયામાં અટવાણો
પોતે એમાં પુરાણો અજબ કાયાનો….
હઠીલો હઠના છોડે રે રાવણ લંકા વાળો રે.
ઓલો રાવણ લંકા વાળો રે
હરિજન આવો હરિગુણ ગવાય છે.
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે…..


English version


prabhuji pote ema puraano
ajab kaaya no ghadanaaro ye pote ema purano
maaya pati maaya ne vash thayi
maanav bani ne munjavaano
prabhuji pote…..
puran brahm parmatma roope ekalo bahu akalaayo
eto ham bahi swaami kahine lakh chorasima samaano
pote ema purano….
koti brahmaand rachyaa ye palak ma saandho kyaaye na dekhaayo
akhand mathi khand upajyu thayo na ochho daano
pote ema purano….
pruthavi ane mahi aushadhi ye saune devavaalo
hajaar haathe diye chaataaye pote kyaaye na dekhaano
prabhuji pote ema….
pote bhagavan pote pujaari pote darshan vaalo
riddhi siddhi diye santone swaami thaine sundhaalo
prabhuji pote ema….
dwashyamaan che je kai jag ma siyaram may jaano tame
dugu krupa aanand che tya arjun maaya ma atavaano
pote ema purano….
hathilo hath na chhode re ravan lankavaalo olo lankavalo
harijan aavo hari gun gavaay che
bhaave bhajan karo aayushya jaay che
prabhuji pote ema…


Scroll to Top