Home » Rangtali Rangtali Gujarati Garba Lyrics

Rangtali Rangtali Gujarati Garba Lyrics

રંગતાળી રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી

મા ચાચડના ચોકવાળી રે રંગમાં રંગતાળી

મા મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી

મા ઘીના દીવડાવાળી રે રંગમાં રંગતાળી

મા ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળી

મા અંબે આરાસુરવાળી રે રંગમાં રંગતાળી

મા કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી

મા કલકત્તામાં દિસે કાળી રે રંગમાં રંગતાળી

મા અમદાવાદે ભદ્રકાળી રે રંગમાં રંગતાળી

મા દૈત્યોને મારવાવાળી રે રંગમાં રંગતાળી

મા ભક્તોને મન વહાલી રે રંગમાં રંગતાળી

માએ કનકનો ગરબો લીધો રે રંગમાં રંગતાળી

તેમાં રત્નનો દીવડો કીધો રે રંગમાં રંગતાળી

માંહી બત્રીસ બત્રીસ જાળી રે રંગમાં રંગતાળી

માંહી નાના તે વિધની ભાત રે રંગમાં રંગતાળી

માએ શણગાર સજ્યા સોળે રે રંગમાં રંગતાળી

મા ફરે રે કંકુડાં ઘોળી રે રંગમાં રંગતાળી

માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી

ક્યાંય મળતી નથી જોડ તેની રે રંગમાં રંગતાળી

માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી

ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી



Scroll to Top