Home » Shilvant Sadhu Ne Gujarati Bhajan Lyrics

Shilvant Sadhu Ne Gujarati Bhajan Lyrics

શીલવંત સાધુને વારે વારે નમીએ,

જેનાં બદલાય નહીં વર્તમાન જો;

રામ ભરુસો રાખે હૃદયમાં જેને,

મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી,

જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;

સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને,

રૂડી રૂડી પાળે રીત રે……

શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી,

ભજનમાં રહે ભરપૂર રે;

અલખને લખ કહી લાભ જ લેતાં,

જેનાં નેણલામાં વરસે નૂર રે

શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને,

નિવૃત્તિમાં નિજ રૂપ રે;

પોતે રહીને પોષે બીજાને,

એવાં સંત સાહેબના સ્વરૂપ

શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો,

પમાય એથી ભવ પાર;

ગંગા સતી કહે સાંભળો પાનબાઈ,

દેખાડે અલખના દ્વાર

શીલવંત સાધુને….



English version


Shilvant sadhu ne vare vare namiya

Jena badlaay nahi vartmaan jo

Ram bharoso raakhe haday ma jene

Maharaj thaya maherban re

Silvant sadhu ne…

Sneh ke shatru koi nathi

Jena dil ma parmaarth upar prit re

Satguru saan ma pooran samaje ne

Rudi rudi pale rit re

Shilvant sadhu ne…

Vahevaar ni vaato jene gamati nathi

Bhajan ma rahe bharpur re

Alakh ne lakh kahi laabh j leta

Jena nen laama varase noor re

Silvant sadhu ne…

Par upakaar ma karava pravrut ne

Nivruti ma neej roop re

Pote rahine poshe bijaane

Eva sant saaheb na swarup

Shilvant sadhu ne…

Sangat karo to eva nar ni karjo

Pamaay ethi bhav paar re

Ganga sati kahe saambhalo paanbai

Dekhaade alakh na dwaar

Silvant sadhu ne…



Scroll to Top