Home » Shree Ganesh Stavan Gujarati Lyrics

Shree Ganesh Stavan Gujarati Lyrics

પહેલા સમરીયે રે, ગણપતિ દેવને વ્હાલો વિધન હરનારો,
સમરીએ રે…..ગણપતિ દેવને….
સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજાય છે
શેષ ને મહેશ ગુણ ગણેશની ગાય છે. પાર્વતીનો રખવાળો,
સમરીએ રે…..ગણપતિ દેવને…..
રિધ્ધી સિધ્ધિના એ સ્વામી ગણાય છે.
કાર્તિક સ્વામીને બહેન ઓખાનો ભાઇ છે. કાર્યો સફળ કરનારો,
સમરીએ રે…..ગણપતિ દેવને….
અધિપતિને ઉંચે આસન પધરાવીએ
મનગમતા મોદક ને મેવા ધરાવીએ આરોગશે શિવનો દુલારો,
સમરીએ રે…..ગણપતિ દેવને…..
એ રે સુંઢાળામાં સદ્ગણ અમાપ છે.
લક્ષ લાભ બેઉ બેટાનો બાપ છે. | રણછોડ બુધ્ધી દેનારો,
સમરીએ રે…..ગણપતિ દેવને..



Scroll to Top