માતા ચામુંડાના ખોળે માથું મુકતા રે. . .
માતા ચામુંડાના ચરણે શિશ નમાવતા રે…
માં, મારો કોઇ ના કરી શકે વાંકો વાળ. માતા ચામુંડા…
માં, તારા દર્શન કરતાં, દુઃખ સઘળા દુર થઇ જતારે..
માં,તારા ગુણલા ગાતાં હૈયેહરખ ન માય. માતા ચામુંડા …
માં, મારા અનેક અવગુણ તું ના ધરજે દિલમાં રે..
ભોળી ભવાની માં તું છે, બહુ દિનદયાળ, . . માતા….
માં, તારૂં સમરણ કરતાં સહાયે વેલી આવજે રે…
ડગલે પગલે મારી તું કહજે રક્ષાય…માતા…
માં, મારા હાલાણી કૂળની વેલ તું વધારજે રે…
આપો અખંડ ભકિત, સુખ,સંપતિ, સુવિચાર,માતા..
મા, તારા બાળુકાના વદને આવી બિરાજજે રે..
દેજે સબુધ્ધિ સુમતિને સંસ્કાર…માતા….
માં, તારો સેવક લળી લળી તને વિનવે રે…
મા, મને જન્મ જન્મતું ચરણે તારે રાખ…
માતા ચામુંડાના ચરણે શિશ નમાવતા રે…