તારા તે નામ નો એક છે તારો ….
હું તારી મીરા તું ગિરિધર મારો….. (2)
આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો…(2)
હો
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
હો….
કોઈ કહે રાધા કોઈ કહે મીરા (2)
કાના સંગ નામ જોડે છે
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
રાહ જોઈ બેઠી, જમુના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમ ના કાંઠે …
રાહ જોઈ બેઠી જમુના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમ ના કાંઠે …
વનરાવના હાર પથ્થર પર જઈને માથા ભટકે છે….
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
કુંજ ગલી માં બાવરી થઇ ને, પૂછે હર ઘર ઘરમાં જઈને
મથુરા શહેર ના, ઘર ઘર ભટકી, માખણ મિસરી માંગે છે..
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
એક વિજોગણ ભટકે છે
Download This Lyrics PDF