તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું
એનો દીધેલો કોલ મોહમાં ઘેલા થયા
જુઠી માયાન મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન…જીવન
બાળપણ ની જુવાની માખ અડધું ગયું
નહિ ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન …જીવન
પછી ડહાણમાં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈકુંઠ માં ધન ને ત્યાજ્શો નહિ
બનો આજ થી પ્રભુમાં મસ્તાન …જીવન
જરા ચેતીને ભક્તિનું ભાથું ભર રો
કંઇક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો
છીએ થોડા દિવસના મહેમાન …જીવન
બધા આળશમાં આમ દિન વીતી જશે
પછી ઓચિંતું જમણું તેડું થશે
નહિ ચાલે તમારું તોફાન …જીવન
એ જ કહેવું આ બાળક નું દિલ ધરો
ચિત્ત રાખો પ્રભુજી ને ભાવે ભજો
ઝીલો ઝીલો ભક્તિ નું સુકાન …જીવન