Tame Shyam Thai Ne Phunko Gujrati Lyrics
તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો,
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો,
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો.
Related songs
Mare Virpur Dhame Lyrics in Gujarati
He tammaro bharoso mane bhaari Lyrics in Gujarati by Narsinh Mehta
Kanku Kharyu Ne Suraj Ugyo Gujrati Lyrics
શ્રીજી સેવા કરી લે, વલ્લભ નામ જપી લે| Shriji Seva Karile Vallabh Lyrics
Shriji Seva Karile Vallabh Lyrics
મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે|Me to jugal swaroop joya shri lyrics
Me to jugal swaroop joya shri lyrics