Home » Tame Shyam Thai Ne Phunko Gujrati Lyrics

Tame Shyam Thai Ne Phunko Gujrati Lyrics

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો,
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો,
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો.



Scroll to Top