Home » Ulat Samavyo Sulatma Lyrics by Ganga Sati Panbai

Ulat Samavyo Sulatma Lyrics by Ganga Sati Panbai

ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે.
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે.
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે.
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…



Scroll to Top