Skip to content
Gujarati Lyrics

Vaishnava Jana To Tene Gujarati Lyrics વૈષ્ણવ જન તો તેને કહિયે

Vaishnava Jana To Tene Gujarati Lyrics — Lyrics

Gujarati Bhajan 3.3k views January 12, 2024
PDF

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે

Share this song

Video

Related songs

PDF